New Update
/connect-gujarat/media/media_files/2024/12/25/XCoz7RXLbmUzmy2RXaRh.jpg)
ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ જૂના તવરા ગામે આંટા ફેરા મારતો દીપડો વનવિભાગે ગોઠવેલા પાંજરે પુરાતા ગામ લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો. હાલમાં ભરુચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ભરુચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું.
આ પાંજરામાં વેહેલી સવારે દિપડો પુરાતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા.આ અંગે વનવિભાગને જાણ થતાં દીપડાનું ચેક અપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.તવરા તેમજ આસપાસમાં આંટાફેરા મારતો દિપડો પાંજરામાં પુરાતા ગ્રામજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.