New Update
ભરૂચનાતીર્થક્ષેત્ર ગુમાનદેવના મહંત દ્વારા નર્મદા પરિક્રમા
મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો કરાયો પ્રારંભ
કુકરવાડા વિસ્તારમાં કરવામાં આવ્યું સ્વાગત
વિશ્વ કલ્યાણની ભાવનાથી નિકળ્યા છે નર્મદા પરિક્રમાએ
ભાવિક ભક્તો રહ્યા ઉપસ્થિત
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્રના મહંત મનમોહનદાસજી વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે ત્યારે તેઓ ભરૂચના કુકરવાડા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું
વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ આલેખવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે.આજરોજ મનમોહન દાસજી ભરૂચના કુકરવાડા ખાયે આવી પહોંચતા ભાવિક ભક્તો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તેઓ આગળ જવા રવાના થયા હતા
Latest Stories