ભરૂચ: અવિરત વરસાદ બાદ મેઘરાજાએ લીધો વિરામ

ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે

New Update

ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું જે મુજબ જ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો ધોધમાર વરસાદના પગલે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા પરંતુ આજે વરસાદે  વિરામ લીધો છે અને ચાર દિવસ બાદ સૂર્યનારાયણના દર્શન થયા છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી સાત તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો જ્યારે બે તાલુકા કોરાકટ રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં વિતેલા 25 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરામાં 6 મિલીમીટર, ભરુચમાં 9 મિલીમીટર,ઝઘડિયામાં 4 મિલિમિટર, અંકલેશ્વરમાં 18 મિલીમીટર, હાંસોટમાં 7 મીલીમીટર, વાલીયામાં 13 મીલીમીટર અને નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે જંબુસર અને આમોદ તાલુકો કોરોકટ રહ્યો હતો. ચાર દિવસ દરમ્યાન ખેતી લાયક વરસાદ વરસી જતા ભૂમિપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Latest Stories