ભરૂચ : ઝઘડિયા તાલુકાના 18 ગામોમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 18 જેટલા ગામોમાં વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ઝઘડિયાના વિવિધ માર્ગોની જોવા મળતી ખખડધજ હાલત

  • તાલુકાના કેટલાક માર્ગનો ખેડૂતો વધુ પડતો કરતાં ઉપયોગ

  • 17 ગામોને જોડતા વિવિધ બિસ્માર માર્ગોને આવરી લેવાયા

  • ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • ઉમલ્લા પંચાયત ભવનના મકાનનું પણ ખાતમૂહુર્ત કરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 18 જેટલા ગામોમાં વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ માર્ગો ખખડધજ હાલતમાં આવી ગયા છે. જેમાં કેટલાક માર્ગોનો ખેડૂતો વધુ પડતો ઉપયોગ કરતા હોય છેતેવા 17 ગામોને જોડતા વિવિધ માર્ગોનું અને ઉમલ્લા પંચાયત ભવનના મકાનનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા તાલુકાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઝઘડીયા તાલુકાના રાજપારડીથી ભાલોદ રોડ, ટોથીદરાથી તરસાલીઓરથી પટારકૃષ્ણપરીપીપદ્રાકપાટઉમલ્લારૂમાલપુરાફીચાવાડા, જાંબોઈમઢી-ઝઘડીયાખરચી-માંડવા રોડ મળી કુલ 17 જેટલા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાતાલુકા ભાજપ આગેવાન પ્રકાશ દેસાઈઝઘડિયા તાલુકા મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories