ભરૂચ: દહેજની MRF કંપનીના 50થી વધુ કર્મચારીઓનો હંગામો, કાયમી કરવાની માંગ

ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.

New Update

ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.

ભરૂચના દહેજના રહિયાદ નજીક આવેલ એમ.આર.એફ કંપનીમાં નોકરી પર કાયમી નહી કરતા ૫૦થી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો. તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેની કામદારોને નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ કામ કરવા જણાવ્યુ હતુ.જો કે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો.હાલ તો કામદારોએ કંપની ગેટ પર પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે કામદારોનું કહેવું છે કે આઈટીઆઈ દરમિયાન કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે કંપની સત્તાધીશોએ કાયમી નોકરી આપવાનું વચન આપ્યું હતું,પરંતુ હવે ટ્રેનિંગની સમયમર્યાદા પૂર્ણ થતા કંપની ટ્રેની કામદારોને કાયમી કરવાની ના કહે છે,જેનો અમે કામદારો વિરોધ નોંધાવી રહયા છે,અને કંપની આપેલુ કાયમી નોકરીના વચનના પુરાવા પણ તેમની પાસે હોવાનું તેઓએ જણાવી રહ્યા છે. 
#CGNews #MRF Company #employees #Protest #Gujarat #Bharuch #strike
Here are a few more articles:
Read the Next Article