ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન
સાંસદ મનસુખ વસાવાએ ચઢાવી બાય
ફરીએકવાર કલેકટરને લખ્યો પત્ર
ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ
ચૈતર વસાવાની પદયાત્રા બાદ મનસુખ વસાવાનો પત્ર
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે રાજકારણ ગરમાય રહ્યું છે ત્યારે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેકટરને પત્ર લખ્યો છે.સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નર્મદાના કિનારે આવેલા ઝગડિયા તાલુકાના શુક્લતીર્થ અને ભાલોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે રેતી ખનનની સતત ફરિયાદો મળી રહી છે. મેં જિલ્લા સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો હવે પાણેથા, આસા અને ઉમલ્લા જેવા વિસ્તારોમાં પણ રેતી ખનન અંગેની અનેક ફરિયાદ મળી રહી છે ત્યારે આ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રેતીખનના વેપલા સામે પરવાનગી વગર પદયાત્રા કરનાર આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયા બાદ ચૈતરના વસાવાની મંગળવારે અટકાયત પણ કરાઈ હતી ત્યારે હવે રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાયો ચઢાવતા રાજકારણ ગરમાયુ છે.