ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને તતડાવ્યા, રોડની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ

ભરૂચના નેત્રંગ નજીક માર્ગના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવી નાંખ્યા હતા

New Update
  • ભરૂચના નેત્રંગ નજીકનો બનાવ

  • માર્ગની કામગીરીમાં બેદરકારી

  • સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ

  • કોન્ટ્રાકટરને જાહેરમાં તતડાવ્યા

  • અધિકારીઓને આપી સૂચના

ભરૂચના નેત્રંગ નજીક માર્ગના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવી નાંખ્યા હતા
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતાં અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ-મોવી ગામ વચ્ચે નેશનલ હાઇવે-ઓથોરીટી અને કોન્ટ્રાકટર દ્રારા જજઁરીત-ખંડેર રસ્તા ઉપર પેચવર્ક કરીને સમારકામની કામગીરી કરવામાં આવી રહી હતી.ભરૂચના સાંસદ મનસુખ વસાવાને વાહનચાલકો-સ્થાનિક આગેવાનોને જાણ કરતાં રસ્તાના
સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતાં જરૂરી માલસામાનમાં બળેલું ઓઇલ નાખીને હલકીકક્ષાના મટીરીયલ વપરાશ કરતાં હોવાનું માલુમ પડતા સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને કોન્ટ્રાકટરને ખખડાવી નાંખ્યા હતા.
નેશનલ હાઇવે-ઓથોરીટીના ઉચ્ચ અધિકારીને જાણ કરીને તાત્કાલિક સમારકામની કામગીરી બંધ કરાવી સારા મટીરીયલનો વપરાશ કરવાની જવાબદાર અધિકારીઓને સુચના આપી હતી.આ દરમ્યાન ભરૂચ જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિ ચેરમેન  રાયસીંગ વસાવા,નેત્રંગ ભાજપ પ્રમુખ મનસુખ વસાવા,નેત્રંગ તાલુપંચાયત ઉપપ્રમુખ નિતેશ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories