ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ અધિકારીને કહ્યું પગ મારો તો રોડ તૂટી જાય છે !

ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.

New Update
roads mnksh

ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.

નિરીક્ષણ દરમ્યાન તેમને માર્ગના સમારકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાની બાબત સામે આવી.સ્થળ પરની સ્થિતિ જોતા સાંસદ મનસુખ વસાવાએ સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને તતડાવ્યા અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા. તેમણે અધિકારીને જણાવ્યું કે સરકારી યોજનાઓ હેઠળ થતી કામગીરીમાં ગુણવત્તા જાળવવી આવશ્યક છે, નહીંતર યોગ્ય પગલાં લેવાશે.સાંસદ વસાવાએ અધિકારીને સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવાની સૂચના પણ આપી હતી.ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા સમયાંતરે આવી રીતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.
Latest Stories