-
જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પર દબાણો
-
દબાણ દૂર કરવા પાલિકાએ દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપ્યું
-
દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર, કેટલાક દબાણ યથાવત
-
દબાણ યથાવત રહેતા નગરપાલિકા કડક કાર્યવાહી હાથ ધરશે
-
નવો રોડ મંજુર થતાં જંબુસરની જનતામાં ખુશીનો માહોલ છવાયો
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના દબાણ દૂર કરવા જંબુસર પાલિકાએ અલ્ટીમેટમ આપ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા, જ્યારે અન્ય કેટલાક દબાણકર્તાઓએ પોતાના દબાણ યથાવત રાખાતા આવનારા દિવસોમાં પાલિકા તંત્ર આવા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે. જંબુસરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીમાં નવો રોડ મંજુર થતાં જંબુસરની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.