ભરૂચ: નગર સેવા સદન દ્વારા વુમન ફોર ટ્રી અભિયાનનો પ્રારંભ, 200 વૃક્ષનું કરાયુ રોપાણ

વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા કરાયો પ્રારંભ

  • સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પ્રારંભ

  • વુમન ફોર ટ્રી અભિયાનનો પ્રારંભ કરાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • 200 વૃક્ષનું કરાયુ રોપાણ

વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજિવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે “Women for Trees Campaign” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વોર્ડ નં. 1 વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેલાની કૂવા તળાવ પાસે આ કાર્યક્રમ  યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,  ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી  હરીશ અગવાલ, પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા 200 જેટલા છોડનું વાવેતર કરી તેનું જતન કરાશે જેનાથી તેઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે.
Latest Stories