New Update
રાજ્ય સરકારનો નવતર અભિગમ
શાળાઓમાં નો બેગ ડેનો પ્રારંભ
દર શનિવારે હશે નો બેગ ડે
બાળકોએ વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં લીધો ભાગ
કૌશલ્યના વિકાસ માટે મહત્વનો નિર્ણય
સમગ્ર રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ જીસીઈઆરટી અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો માટે આજથી નો બેગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની 876 શાળાના 90 હજાર બાળકો આજે દફતર વિના શાળાએ પહોંચ્યા હતા
બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ચિંતાજનક બન્યો છે .બાળકોના શારીરિક માનસિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે.સમસ્યાના નિરાકરણ માટે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે નો બેગ ડેની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના 90 હજારથી વધારે વિધાર્થીઓ આજે દફતર વગર શાળાએ પહોંચ્યા હતા જ્યાં બાળકોને આનંદદાયી શનિવાર અંતર્ગત માસ ડ્રિલ,યોગ,બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃતિઓ શૈક્ષણિક રમતો પ્રોજેક્ટ ચિત્રકામ સંગીત સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.બાળકોએ પણ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ અને સંગીત સહિતના વિષયો પર તાલીમ આપી હતી.
બાળકો પણ શાળાએ દફતર વગર પહોંચતા તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોએ વિવિધ ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સમગ્ર દિવસ આનંદમય રીતે પસાર કર્યો હતો
આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલી વિવિધ શાળાઓમાં પણ નો બેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો શાળાએ બેગ વગર આવ્યા હતા અને તેમને વિવિધ ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી બાળકોનો માનસિક શારીરિક અને સામાજિક વિકાસ થાય તે હેતુસર આ અભિગમને શાળા પરિવારે આવકાર આપ્યો હતો.
બાળકોના સર્વાંગી વિકાસમાં વ્યવસાય સાથે મેળાપ કરવો તેમજ વિવિધ ક્ષેત્રિય મુલાકાતો દ્વારા જ્ઞાન અને અનુભવનો લાભ મળી રહે તેનું પણ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
બાળકો માત્ર ભણતરમાં જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધે તે હેતુસર સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે
Latest Stories