/connect-gujarat/media/media_files/2025/11/21/abvp-ajmn-2025-11-21-11-38-45.png)
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરની વિવિધ કોલેજો અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા આયોજિત "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"નું નેત્રંગ નગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભગવાન બિરસા મુંડાના જન્મભૂમિથી આવેલ પવિત્ર માટીના કળશને પુષ્પ અર્પણ કરી સ્મરણ કરવામાં આવ્યું હતું. લગભગ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"માં સહભાગી થયા હતા. આ પ્રસંગે BRS કોલેજના આચાર્ય ડો. દિનેશ ચૌધરી, માધવ વિદ્યાપીઠના સંચાલક નિલેશભાઈ, સરસ્વતી MSW કોલેજના આચાર્ય ડો. રીનાબેન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.