/connect-gujarat/media/media_files/2025/04/05/uKObNpvBb9ggjg8EBwNQ.jpg)
ભરૂચના સુપ્રસિદ્ધ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમ શ્રી મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં ચાલી રહેલા ચૈત્ર નવરાત્રીના આઠમા નોરતેમાં મહાકાળી માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર-ઓસારા ખાતે યજ્ઞ પૂજાનું વિશેષ અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા યજમાનોએ હવન યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આઠમ નિમિત્તે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. શ્રી કાળકા માતાજીનું મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્તવ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિંદુ દેવી શ્રી કાળકા માતાજીનું પ્રાગટ્ય મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજીની છે, જેની ડાબી બાજુએ માઁ કાલી માતાજી અને જમણી બાજુએ માઁ બહુચર માતાજીની મૂર્તિઓ છે. ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં સહસ્ત્ર (હજારો) ભક્તો આવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.