ભરૂચ: પાલેજ પોલીસે 4 મહિનાથી ગુમ માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો પરિવારજનો સાથે કરાવ્યો ભેટો

મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો

New Update
polc help

પાલેજ પોલીસે 4 મહિનાથી ગુમ માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો પરિવારજનો સાથે કરાવ્યો ભેટો

ભરૂચના પાલેજ પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવેલ માનસિક રીતે અસ્વસ્થ મહિલા નામે ગાયત્રીકુમારી રામહેત પરિહાર ઉ.વ.૧૯ રહે-જસવંતપુર તા.સેવળા જી દિતિયા (મધ્યપ્રદેશ) ના પરીવારજનોની શોધખોળ દરમ્યાન પાલેજ પોલીસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Latest Stories