New Update
/connect-gujarat/media/media_files/2025/11/04/gmblng-2025-11-04-16-30-15.jpg)
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યા હતા. જોકે, દરોડો પાડતા જુગારિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 4 મોબાઈલ ફોન, 4 મોપેડ તેમજ રોકડ રૂપિયા 24,290 મળી કુલ રૂ. 2.84 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી 6 જુગારીયાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories