New Update
-
ભરૂચના જંબુસરમાં બન્યો હતો ચકચારી બનાવ
-
એક ગામમાં દિવ્યાંગ યુવતી પર આચરાયું દુષ્કર્મ
-
બે નરાધામોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું
-
બન્ને નરાધામોની ગણતરીના સમયમાં ધરપકડ
-
જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતિ બંન્ને પગે દિવ્યાંગ હોઈ તેના ભાઈ-ભાભી સાથે રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલાં તેમના મકાનમાં તેઓ એક જ રૂમમાં સુતાં હતાં. જોકે, દિવ્યાંગ યુવતિ એક તરફ સુતી હતી. અને તેના ભાઈ-ભાભી અને તેના બાળકો બીજી તરફ સુતાં હતાં અને તેઓએ વચ્ચે પડદો બાંધ્યો હતો.મોડી રાત્રીના અરસામાં ગામના જ અશ્વિન સંજય રાઠોડ તેમજ વિજય રાઠોડ મકાનમાં પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને દિવ્યાંગ યુવતી પર મોઢું દબાવી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.આ દરમ્યાન ભાભી જાગી જતા બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.આ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના જ સમયમાં બન્ને નરાધમોની નડિયાદ ગામની સીમમાંથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories