ભરૂચ: મકતમપુર વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી ધરપકડ, રૂ.31 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ “સી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.ડોડીયાની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે  મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી.

New Update
jbru

ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે આવેલી બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સી ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા,મોબાઈલ ફોન તથા જુગારના સાધનો મળી કુલ રૂ.31,050 નો મુદામાલ કબજે કર્યો છે.

ભરૂચ “સી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.ડોડીયાની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે  મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી.બાતમી મુજબ, સુનીલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની ઝાડીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમાડતો હતો.પોલીસે તાત્કાલિક રેઈડ કરીને દેવ ઉર્ફે ગદો પ્રવીણભાઈ મકવાણા,શિવમ પ્રવીણભાઈ મકવાણા,આર્યનકુમાર દશરથભાઈ પટેલ, અજય ઉર્ફે કાલુ શંકરભાઈ મકવાણા, દિનેશ રયજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રૂ.6,250 રોકડ, રૂ.4800 દાવ ઉપરના, તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.31,050 નો મુદામાલ કબજે કર્યો છે.જ્યારે સુનીલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા, શ્યામકુમાર ઉર્ફે શામુ ઉર્ફે શામુડીયો દલસુખભાઈ વસાવા તથા કેયુર અશોકભાઈ રાણા ફરાર હોવાનું જણાતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories