ભરૂચ:નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે એક વર્ષ અગાઉ વૃદ્ધાની હત્યાની કોશિશમાં પોલીસે બે સગીર આરોપીની કરી ધરપકડ

વૃધ્ધ મહિલા ઘરમાં એકલા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

New Update

ભરૂચ વૃદ્ધાની હત્યાની કોશિશનો મામલો 

વૃદ્ધા પર પાઇપ વડે કર્યો હતો હુમલો 

ચોરી કરવાના ઇરાદે આવેલા શખ્સોએ કર્યો હતો હુમલો 

એક વર્ષ અગાઉ બની હતી ઘટના 

પોલીસે કરી બે સગીર વયના આરોપીઓની ધરપકડ 

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે મનન આશ્રમ માર્ગ પર આવેલા મકાનમાં 65 વર્ષીય દક્ષા શિવનંદન પટેલ એકલા રહે છે.ગત તારીખ 23મી ઓગષ્ટ 2023ના રોજ દક્ષાબેન પોતાના ઘરમાં એકલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા.દક્ષાબેન પોતાના મકાનમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા.

અને તેમના પુત્રી જમાઈએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં દક્ષાબેનના જમાઈ હર્ષકુમાર ભગવાનદાસ પટેલ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે ભરૂચ જિલ્લા LCB આ ગુનાને અંજામ આપનાર બે સગીર આરોપીઓની ધરપકડ કરી હતી. અને પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ગુન્હાની કબૂલાત કરી હતી.આ અંગેની વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories