New Update
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળી સફળતા
સિગરેટની સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયુ
હાઇવે પરથી રૂ.11.80 લાખની સિગરેટ ઝડપાય
મહિલા સહિત 2 આરોપીની ધરપકડ
દુબઇથી અમદાવાદ થઇ મુંબઇ પહોંચાડવાની હતી સિગરેટ
ભરૂચ એસ.ઓ.જીએ માંડવા ટોલ પ્લાઝા પાસેથી સિગારેટની સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય રેકેટન ઝડપી પાડી ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલામાં પોલીસે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી કારમાં સિગારેટનો જથ્થો અને શંકાસ્પદ વસ્તુઓ લઇ મુંબઇ ખાતે જનાર છે.આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાં સવાર થાણેના ભૂરા મહેલ બિલ્ડીંગ જીવનબાગ ખાતે રહેતો મહેરૂઝ સુલેમાન કુરેશી અને હીના મહેરૂઝ સુલેમાન કુરેશીની પુછપરછ કરતા અબ્દુલ્લા નામના ઇસમ સાથે મળી એક્સાઇઝ ડયુટી ચોરીના હેતુથી ગેરકાયદેસર સ્મગલિંગ કરી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે રૂ.11.80 લાખની કિંમતના ૫૯૦૦ નંગ સિગારેટના બોક્સ અને લેપટોપ તેમજ ફોન સહીત રોકડા મળી કુલ ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ દુબઈથી સિગરેટ અને iphone મંગાવ્યા હતા અને તેની એક્સાઇઝ ડ્યુટીની ચોરી કરી અમદાવાદ એરપોર્ટથી મુંબઈ ખાતે પહોંચાડવાના હતા ત્યારે ભરૂચ પોલીસે સતતતા દાખવી સિગરેટની સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.
Latest Stories