New Update
/connect-gujarat/media/media_files/2025/03/27/8RoboKO8Jj1hGXsJbxG9.jpg)
ભરૂચ પોલીસના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઈસમોનુ લીસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના કરી હતી.
જે અંતર્ગત ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવ્રુતી સાથે સંકળાયેલા ઈસમોનુ લીસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વિજ કનેકશન બાબતે તપાસ કરવા DGVCL ઝઘડીયાના અધિકારીઓની ટીમ સાથે રાખી ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક પ્રવ્રુતી સાથે સંકળાયેલા 6 ઇસમોના ઘરે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ કનેકશન ગેરકાયદેસર જણાતાં રૂ.૨,૩૮,૮૭૩/- દંડ વસુલવા ચેકીંગ સ્થળ સીટ ઉપર ભરી વીજ મીટર તથા સર્વિસ વાયર જમા લીધા હતા જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.