ભરૂચ: વાલિયાના વાંદરીયા ગામે થયેલ મારામારીમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિત 9 સામે પોલીસ ફરિયાદ

ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.

New Update
  • વાલિયાના વાંદરીયા ગામે બન્યો હતો બનાવ

  • કાર હટાવવા મામલે થઈ હતી માથાકૂટ

  • શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સામે પોલીસ ફરિયાદ

  • સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ

  • વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી 
ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ-૧૭ નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પ્રતીકના કાકા ચોરઆમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇક્કો ગાડી લઈને આવ્યા હતા જે ઇક્કો ગાડી અચાનક બંધ પડી થઇ હતી જે ગાડીને ભત્રીજો સહીત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા.તે વેળા ગામના રવીન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઇ હતી.જે બાદ રવીન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો.જે બાદ રાતે અલ્પેશ ચંદ્રકાંત વસાવા,શૈલેષ દીલાસિંગ વસાવા,અંકિત શાંતિભાઈ વસાવા,સુરેશ મંગા વસાવા પ્રતીકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી 
 
જયારે સામે પક્ષના રવીન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજૂરીના રૂપિયા આપી પરતા આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફળિયામાં ઇક્કો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંગ વસાવા,શૈલેશ અમરસિંગ વસાવા અને દીપક ચંપક વસાવા સહીત રાજુ જયંતી વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે.
#Bharuch #Gujarat #Bharuch Police #Beaten #Valia #Youth #car parking
Here are a few more articles: