ભરૂચ: વાગરા મામલતદારની ટીમે ગેરકાયદેસર માટી વહન કરતા 2 હાઇવા કર્યા જપ્ત

ભરૂચના વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. 

a
New Update

ભરૂચના વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. 

ભરૂચના વાગરાના નાયબ મામલતદાર એચ.વી વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી, જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન નાંદીડા-પખાજણ માર્ગ પરથી માટી ભરેલા 2 હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા. ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર GJ-16-U-6530નો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-AU-6696ના ચાલક દાઉદ અન્સારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઇ નામના ઇસમના હોવાનું જણાવ્યું હતું. જોકે ખરેખર આ માટી ખનન કયા ચાલી રહ્યું છે.? અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે. એ તપાસ બાદ બહાર આવશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા. વાગરા પોલીસે બંને વાહનો કબ્જે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 
#Bharuch #Gujarat #CGNews #truck's #team #Vagra #seizes #Mamlatdar #illegal soil #Soil
Here are a few more articles: