ભરૂચ: મઢુલી સર્કલ નજીક ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 300થી વધુ બાઈક પોલીસે કરી ડિટેઇન

ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસનો સપાટો

  • ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ બાઈક ડિટેઇન કરાય

  • મઢુલી સર્કલ નજીક પાર્ક કરવામાં આવે છે બાઈક

  • દહેજ જતો નોકરિયાત વર્ગ બાઈક પાર્ક કરે છે

  • પોલીસે 300થી વધુ બાઈક ડિટેઇન કરી

ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચથી દહેજને જોડતા રોડ પર મઢુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઈક મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે. દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢૂલી સરકાર નજીક જ બાઈક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે. જેના પગલે મઢુલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું.
આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી.એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ 300 થી વધુ બાઈક ડીટેઇન કરી હતી અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.પોલીસની આ કામગીરીના કારણે બાઈક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી
Latest Stories