ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડનો મામલો
કોંગ્રેસના મોટા નેતાની ધરપકડ
હીરા જોટવાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
એજન્સીઓ સાથે કનેક્શન બહાર આવ્યું
તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ અને હાંસોટના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરુચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ SITની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરુચ લઇ આવી હતી જ્યાં પુછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.આ એજન્સીઓના મૂળ માલિક હીરા જોટવા જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.