New Update
ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ
3 તાલુકામાં કૌભાંડ આચરાયું
એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે ફરિયાદ
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અનેક અધિકારીઓ પણ શંકાના ઘેરામાં
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ૩ તાલુકાઓમાં મનરેગા હેઠળ દર્શાવાયેલા કામોમાં સંભવિત કૌભાંડના ઈશારા મળતા પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય સંકળાયેલી કચેરીઓ ધમરોળી છે. કૌભાંડમાં દર્શાવાયેલા કામોના તમામ દસ્તાવેજો પણ પોલીસે કબ્જે લઈ લીધા છે. આ કામોના રિપોર્ટ પર સહી કરનાર ઇજનેરો પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. પોલીસ આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે જેમના હસ્તાક્ષર હેઠળ ફાઈલો પસાર થઈ હતી. આ તરફ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસને તપાસમાં સહયોગ ન આપતા હોવાનો પણ ગણગણા શરૂ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં આવનારા દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે
Latest Stories