ભરૂચ: આમોદમાં વૃદ્ધા પર 2 વાર દુષ્કર્મ આચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું !

ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું

New Update
Advertisment
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા પર આચરાયું હતું દુષ્કર્મ

  • પોલીસે નરાધમનું જાહેરમાં કાઢ્યું સરઘસ

  • આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન

  • જરૂરી પુરાવા એકત્રિત કરાયા

Advertisment
ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું
નિર્ભયા કેસ બાદ ભરૂચના આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા ફેલાવી હતી.આમોદમાં વૃદ્ધા પર બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને રિકન્સ્ટ્રક્શન માટે કેરવાડા અને ઘટના સ્થળે લઇ જવાયો હતો. પોલીસે તેની સર્વિસ બાદ નરાધમને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળે પગપાળા લઇ જવાયો હતો.એક જ વૃદ્ધા પર બે બે વાર બળાત્કારની ઘટનાને અંજામ આપનાર વિરુદ્ધ લોકો તરફથી ફિટકાર વરસાવાયો હતો બેનકાબ આરોપી શરમથી મોઢું  ઝુકાવી લોકોથી  છુપાવતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળની રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા કેદ થયો હતો.પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યું હતું અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા
Latest Stories