New Update
ભરૂચમાં તંત્રનું મેગા ડીમોલિશન
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના માર્ગ પર કાર્યવાહી
આડેધડ પાર્ક કરાયેલ વાહનો ડિટેઇન કરાયા
દબાનકર્તાઓમાં ફફડાટ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેના કારણે દબાણ કારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ શહેરના અનેક વિસ્તારોમા ગેરકાયદેસર દબાણો અન આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.જેથી વાહન ચાલકનો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી,પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બૌડાના,આરએનબી, જીએસઆરડીસીના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.માર્ગ પર આડેધડ પાર્કિંગ કરાયેલ વાહનો પણ પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડીમોલીશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
Latest Stories