New Update
-
હાંસોટના ખરચ ગામે આવેલી છે સ્કુલ
-
આદિત્ય બિરલા પબ્લિક સ્ફુલમાં ઉજવણી
-
પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
-
શાળાનો રમતોત્સવ પણ યોજાયો
-
શાળા પરિવાર અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના ખરચ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બિરલા સેલ્યુલોઝિક કંપનીના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને સાઈડ હેડ આર.રામ કુમાર, વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. જીતેન્દ્ર પટેલ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ મહાવીર પ્રસાદ જૈન અને શાળાના આચાર્ય સુબ્રતા કુંડુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરાયા બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.સાથે જ શાળાના રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાલીઓની સંગીત ખુરશી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં શાળા પરિવાર શિક્ષકો વાલીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories