ભરૂચ: મહંમદપૂરાથી આલીઢાલ સુધી બ્લોક નાંખી રસ્તાનું કરવામાં આવશે સમારકામ

ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે  પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
ભરૂચ શહેરના મહમદપુરા થી આલી ઢાળ સુધીનો માર્ગ ખુબજ બિસ્માર થઇ ગયો હતો,અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું હતું.ત્યારે મોડેમોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓને પુરવા માટેનો ઉપાય શોધી લીધો છે,અને હવે પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય

ભરૂચ શહેરના મહમદપુરા થી આલી ઢાળનો અંદાજીત એક થી દોઢ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,અને નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પુરાવા  માટેની કવાયત હાથ ધરી હતી,જોકે તેમ છતાં રસ્તો બિસ્માર જ બની રહ્યો હતો,જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે,પરંતુ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી.જેમાં ચર્ચા કરીને મહમદપુરા થી આલી ઢાળનો માર્ગનું હંગામી ધોરણે નિકાલ લાવવા માટેની કવાયત શરૂ કરી છે.અને આ ખરાબ માર્ગ પરના ખાડામાં પેવર બ્લોકનું પેચિંગ કરવામાં આવશે,અને વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા માંથી રાહત મળશે તેવો આશાવાદ પણ નગર સેવા સદનના પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે.  
#Bharuch #Gujarat #CGNews #road #Mohammadpura area #dilapidated roads #repairing #paver block
Here are a few more articles:
Read the Next Article