New Update
ભરૂચમાં બિસ્માર માર્ગોના પ્રશ્નો
કમોસમી વરસાદમાં ફરી રસ્તા તૂટયા
આમોદ નજીકનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં
વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ફરીથી રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને આમોદ નજીકના નેશનલ હાઈવે નં. 64 પર ઠેરઠેર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા મહિના પહેલા જ રોડ પર પેચિંગ વર્ક કરવામાં આવ્યું હતું, છતાં થોડા વરસાદમાં જ રસ્તો બિસ્માર બની ગયો છે. ખાડાઓના કારણે વાહનચાલકો માટે રસ્તો જોખમી બની ગયો છે. રાત્રિના સમયે અકસ્માતનો ભય વ્યક્ત કરવામાં આવી રહયી છે.વાહન ચાલકોએ માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી છે.
Latest Stories