ભરૂચ: મહંમદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે પગલા ભરવાની માંગ, SAF દ્વારા આવેદનપત્ર પાઠવાયું

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update

ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા

મહંમદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર સામે પગલા ભરવા માંગ

મુસ્લિમ સમાજને નિશાન બનાવાયું હોવાના આક્ષેપ

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરનેપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે. ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મહંમદ પયગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ, અપમાનજનક અને વિદ્વેષભર્યા નિવેદનો આપ્યા છે, જે દેશના બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે. આવી પ્રકૃતિના નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે ત્યારે નરસિંહાનંદની ધૃણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.