New Update
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલું છે શોપિંગ સેન્ટર
સરદાર શોપિંગ સેન્ટરની અત્યંત બિસ્માર હાલત
વારંવાર છતના પોપડા પડે છે
દાદર પણ તૂટી ગયેલી હાલતમાં
વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એવી માંગ
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ ભરૂચ નગર સેવા સદનનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે.આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે.જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે. શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે જેમાં ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસિસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે. રોજના હજારો લોકોની અવરજવર થાય છે.
સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર જયંતીની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પણ સરદારના નામ સાથે જોડાયેલ આ શોપિંગ સેન્ટરની અવદશા જોઈ દુઃખ થાય છે.જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ જર્જરિત થઈ ગયા છે.આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે વહેલી તકે સરદાર શોપિંગ સેન્ટરનું સમારકામ કરાવવામાં આવે એ જરૂરી છે.
Latest Stories