ભરૂચ: 15 દિવસમાં બીજી વખત મીની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી-વીજ પુરવઠો ઠપ્પ

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો

New Update
  • ભરૂચના વાતાવરણમાં ફરીવાર પલટો

  • મોડી રાત્રીએ મીની વાવાઝોડું ફૂંકાયું

  • ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી

  • વીજ પુરવઠો પણ ખોરવાયો

  • 9 પૈકી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

Advertisment
1/38

ભરૂચ શહેર અને જિલ્લામાં મધ્યરાત્રીના સમયે  40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની અને મકાનોના પતરા ઉડી જવાની ઘટના બની હતી તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવા તેમજ મકાનોના પતરા  ઉડી જવાની ઘટના બની હતી. ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કુંકાયેલ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશયી થઈ ગયા હતા તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખરાયો હતો.

ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 મી.મી., આમોદમાં 4 મી.મી, જંબુસરમાં ત્રણ મી.મી., ઝઘડિયામાં 18 મી.મી. નેત્રંગમાં 1 મી.મી. ભરૂચમાં 16 મી.મી., વાગરામાં 19 મી.મી.અને હાસોટમાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતોમહવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ રાત્રિના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક કરી હતી તો બીજી તરફ ખેતીના પાકને વ્યાપક નુકશાનીને શક્યતા દર્શાવવામાં આવી રહી છે.