અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન
પાલિકા દ્વારા લોકો માટે નિઃશુલ્ક સીટી બસ સેવા શરૂ કરાય
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કથા સ્થળ સુધી લોકોને
પહોંચાડવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તા. 24 ડિસેમ્બર-2025’ સુધી દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. તો બીજી તરફ, ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા સ્થળ સુધી પહોંચાડવા માટે ભરૂચ નગરપાલિકા આગળ આવી છે. જેમાં અલગ અલગ પોઇન્ટ પર લોકોની સુવિધા માટે નિઃશુલ્ક સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાના ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યાએ વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેઓએ ભરૂચ નગરપાલિકાના સેવાકાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.