New Update
ભરૂચમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીનો થનગનાટ
દેવાલયોમાં ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું નિર્માણ
શિવજીની કલાત્મક પ્રતિમાઓનું નિર્માણ કરાયુ
યુવા કલાકાર પિતા પાસેથી શીખ્યા હતા કલા
રિતેશ જાદવ પ્રતિવર્ષ બનાવે છે શિવ પ્રતિમા
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીની પ્રતિમાને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.ભરૂચના સોનેરી મહલ પાસે રહેતા 36 વર્ષીય રીતેશ જાદવે તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરીયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવાતા શીખ્યા હતા જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે.આજદિન સુધીમાં તેઓએ આશરે સાત હજાર પ્રતિમાઓને કંડારી છે.આ વર્ષે પણ રિતેશ ભાઈને ભરુચના આધ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ ઘીમાંથી શિવજીની પ્રતિમા બનાવવાના ઓર્ડર પ્રાપ્ત થયા છે.
Latest Stories