New Update
ભરૂચના વટારીયા ખાતે આવેલ છે શ્રી ગણેશ સુગર ફેકટરી
ગણેશ સુગર ફેકટરીમાં પિલાણ સિઝનનો કરાયો પ્રારંભ
5 લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષયાક
ચેરમેન અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
સભાસદોએ પણ આપી હાજરી
ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના ઝઘડિયા, વાલીયા,નેત્રંગ તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની ૫ લાખ મે.ટનથી વધુ શેરડી પિલાણ લક્ષ્યાંક સાથે પિલાણ સીઝન ૨૦૨૪-૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, ડિરેકટર કિરણ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, ઇ.મેનેજીંગ ડિરેકટર અમરસિંહ રણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડા સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.પિલાણ સીઝન માટે કસ્ટોડિયન કમિટીએ મજૂરો, ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ વિગેરેના કામોનું આગોતરૂ આયોજન કર્યું છે.પાંચ લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Latest Stories