ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કૌભાંડની તપાસ માટે મોટો નિર્ણય

  • સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

  • 11 પોલીસકર્મીઓ કૌભાંડની કરશે તપાસ

  • DYSP ડો.અનિલ સિસારાને સીટની કમાન

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન ડી.વાય.એસ.પી.ડો. અનિલ સિસારાને આપવામાં આવી છે.. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર,એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચારાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયુ છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Latest Stories