New Update
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન આધારે
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામા છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી આરોપી શાહરૂખ ઉર્ફે અબ્દુલ ઉર્ફે કાળીયો રહીમખાન મોહસીનખાન પઠાણની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ સુરતમાં લૂંટ અને ચોરીના ગુના નોંધાઇ ચુક્યા છે.
Latest Stories