ભરૂચ: ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની SOGએ કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યો ફરાર આરોપીઓની શોધખોળમાં હતા તે દરમિયાન તેઓએ બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં વર્ષ 2019માં થયેલ ચોરીના ગુનામાં  ફરાર આરોપી અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો ગુલામ હુસેન મલેકની  ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી ગુલામ હુસેન મલેક ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. તેની વિરુદ્ધ સુરત રેલવે પોલીસ સ્ટેશન, સુરત ડીંડોલી પોલીસ સ્ટેશન, સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકમાં ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.