/connect-gujarat/media/media_files/2025/01/10/3uirEQ7Hd0kphAbeoDF3.jpg)
ભરૂચ SOG પોલીસે 2 અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોને ઝડપી પાડી રૂ. 6 હજારની દોરી અને મોપેડ મળી રૂ. 56 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સિન્થેટીક કે, ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતું હોય, જેથી ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેનો અમલ કરવા ભરૂચ SOG પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા પી.એસ.આઈ. એ.એચ.છૈયાએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લામાં જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સુચના અને માર્ગદર્શનના અનુસંધાને SOG પોલીસની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમ્યાન બાતમી મળી હતી કે, ભરૂચ લાલબજાર પોલીસ ચોકી, કતોપોર બજાર વિસ્તારમાં એક સચિન સપન નામનો ઇસમ એક પીળા કલરની કાપડની થેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા નીકળેલ છે. જે બાતમીના આધારે કતોપોર ઢાળ પર તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના 4 બોબીન સાથે મળી આવેલ રૂ. 2400/-ના મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કર્યો હતો. આ ઉપરાંત ભરૂચ ગોકુળનગર તાડીયાથી બંબાખાના તરફ એક સંજય વસાવા નામનો ઈસમ એક્ટીવા મોપેડ નં. GJ-16-DJ-4892ની ડેકીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરવા નીકળ્યો હોવાની બાતમી પણ મળી હતી. જે બાતમીના આધારે ગોકુળનગર તાડીયા જવાના ત્રણ રસ્તા પર જઈ તપાસ કરતા 6 પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના બોબીન સાથે તે મળી આવ્યો હતો. જેમાં રૂ. 3600/-ની દોરી તેમજ એક્ટિવા મળી 53,600/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ ભરૂચ શહેર બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.