ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાય, અંકલેશ્વર તરફ 4 કી.મી.સુધી વાહનોની કતાર !

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

New Update

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકજામ

નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફ વાહનોની કતાર

બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામ

3-4 કી.મી.સુધી વાહનોની કતાર

તહેવારોના સમયે અનેક વાહનચાલકો અટવાયા

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફરી એક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે નેશનલ હાઇવે નંબર 48 પર નહીં પરંતુ ભરૂચના નર્મદા મૈયા બ્રીજ નજીક ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે. આજે સવારના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે અંકલેશ્વર તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વરની ભૂતમામા ડેરી સુધી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી ત્યારે તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી એસ.ટી. બસ બાજુ પર ખસેડવાની કામગીરી કરી હતી જે બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

Latest Stories