ભરૂચ: 9 વર્ષથી ધૂળ ખાતી સાયકલ મામલે સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે

New Update

અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે

ગરીબ વિદ્યાર્થીઓ સરળતાથી શાળાએ પહોંચી શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે પણ અંકલેશ્વરની જીનવાલા અને એમટીએમ હાઇસ્કૂલમાં 250 જેટલી સાયકલો વિતરણ થયા વિના પડી રહેતાં ભંગાર બની ચુકી છે.વર્ષો થી ધૂળ ખાતી આ સાઇકલો પ્રત્યે શિક્ષણ વિભાગ ના જવાબદાર અધિકારીઓ ની અનદેખી ને લઇ આજદિન સુધી લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે.
આ જ રીતે સાયકલનો જથ્થો જંબુસરની  શાળાઓમાં પણ પડ્યો છે. જંબુસરમાં પણ સાયકલનો મોટો જથ્થો કાટ ખાઈ રહ્યો છે ત્યારે આ અંગે સમાજ કલ્યાણ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આ સાયકલનું વિતરણ કરવાનું હોય છે પરંતુ હજુ સુધી વિતરણ કરવાનો આદેશ ના મળતા આ સાયકલ આમ જ પડી રહી છે. આગામી દિવસોમાં આદેશ આવતા જ આ સાયકલનું વિતરણ કરી દેવામાં આવશે
#Ankleshwar #cycle #CGNews #government schemes #Bharuch #Jambusar
Here are a few more articles:
Read the Next Article