ભરૂચ: સુથીયાપૂરાથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને RCC રોડનું થશે નિર્માણ, ખાતર્મુહુત કરાયુ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કરાશે નિર્માણ

  • RCC રોડનું પણ નિર્માણ કરાશે

  • ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત

  • રૂ.73 લાખનો કરવામાં આવશે ખર્ચ

Advertisment
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭માં આવેલ વિવિધ મહોલ્લાના લોકોને ગટર લાઈન અને માર્ગને લઇ પડી રહેલ અગવડને ધ્યાનમાં રાખી ૭૩.૫૭ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે ગ્રાન્ટમાંથી સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનાવવામાં આવનાર છે.જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહીત સ્થાનિક નગર સેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનશે તો લોકોની સમસ્યા દુર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહીત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
Latest Stories