ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતેથી એક સ્વીફ્ટ કારની ચોરી થઇ હતી,જે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાંથી એક સ્વીફ્ટ કારની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે ઘટના અંગે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,જોકે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન હિલીંગ ટચ હોસ્પિટલના પાર્કિંગમાંથી કાર સાથે એક શંકમંદની પોલીસે પૂછપરછ કરી હતી,જેમાં નાના સાંજા ગામમાંથી કાર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે વાહન ચોર ભુપેન્દ્ર રમેશભાઈ ઘીવાલા રહેવાસી રાવડીયાનો ટેકરો,ધોળીકુઈ બજાર,ભરૂચનાઓની ધરપકડ કરી હતી.અને પોલીસ પૂછપરછમાં આરોપીએ ગીરવે આપેલી કારનો કબજો લેવા માટે કાર ચોરી કરી હોવાની કેફિયત રજૂ કરી હતી.હાલ પોલીસે આરોપી ભુપેન્દ્રની ધરપકડ કરીને કાર,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.