-
અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મો વાર્ષિક પૂજા ઉત્સવ યોજાયો
-
વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું
-
કસક સર્કલથી ઐરાવત, પંચ વાદ્યો સાથે નીકળી શોભાયાત્રા
-
તૈયમ, તાલાપોલી, લાઇટીંગ સહિતની ભવ્ય જમાવટ જોવા મળી
-
શહેરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે 46માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કસકથી ઐરાવત, પંચ વાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં કેરાલિયન સમાજના લોકો દ્વારા ભગવાન અયૈપ્પાના 46માં વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગત તા. 26 ડિસેમ્બરના રોજ પરંપરાગત વાદ્ય સંગીતના સૂરો સાથે અયૈપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય હતા. હાથી, તૈયમ, તાલાપોલી, લાઇટીંગ સહિતની જમાવટ સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નિકળી ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો જોડાયા હતા.