ભરૂચ : શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોતનો મામલો, માછીમાર સમાજની CMને રજૂઆત..!

ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

New Update
Advertisment
  • શુક્લતીર્થ ખાતે નદીમાં ડૂબી જતાં 4 લોકોના મોતનો મામલો

  • રેતી ખનનના કારણે દુર્ઘટના સર્જાતી હોવાનો કરાયો આક્ષેપ

  • માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાય

  • જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માછીમાર સમાજ દ્વારા ઉઠી

  • મૃતકોના પરિજનોને રૂ. 50 લાખ વળતર ચૂકવવા માંગ કરી

Advertisment

ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છેત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલ ભરૂચના શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો ચાલી રહ્યો છે. જેમાં રાજ્યભરમાં લોકો મેળો મહાલવા આવી રહ્યા છેત્યારે શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં 2 દિવસમાં 4 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. તેવામાં ગતરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ગેરકાયદે રેતી ખનન થતું હોવાથી ભરૂચનર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફહવે માછીમાર સમાજ પણ આગળ આવ્યો છે. ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રીરાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓને મેઈલ મારફતે રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કેશુકલતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના મૃત્યુ બાબતે તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકેશુક્લતીર્થમાં નર્મદા નદી કિનારે વર્ષોથી ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. નદી કાંઠાનો કેટલોક વિસ્તાર સી.આર.ઝેડ.માં આવેલો વિસ્તાર પણ છે. તેમ છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની નજર અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદે રેત ખનન થઈ રહ્યું હોવાનો માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજીંગ મશીનો વડે રેતી ખેંચવાના લીધે નદીના સમગ્ર વિસ્તારમાં ઊંડા-ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાય ગયેલું છે. તેવામાં ગેરકાયદે રેત ખનનના કારણે સેંકડો લોકોના પાણીમાં ડૂબી જવાથી અને રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજવાથી ઘણાં પરિવારો ઉજડી ગયા છે. જેને કાયદાની પરિભાષામાં આકસ્મીક મૃત્યુ કહી શકાયપણ નૈતિક્તાની દ્રષ્ટિએ જોઈએ તોઆ ગેરકાયદે રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના સભ્યો અને જવાબદાર વહીવટી તંત્ર જ આ ઘટનામાં જવાબદાર હોવાનો ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છેત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે ભરૂચ માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

Latest Stories