New Update
-
ભરૂચ સમસ્ત માછમારી સમાજનું વિરોધ પ્રદર્શન
-
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
ગેરકાયદેસર થતી માછીમારી પર પ્રતિબંધની માંગ
-
પરંપરાગત માછીમારોના નુકશાનીની રજુઆત
-
માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.
સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર કલેકટરને અપાયું હતું.ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો. ગેર માછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરફેરની ગેરકાયદે પ્રવૃતિઓ પણ કરી રહ્યા નો આક્ષેપ કરાયો છે. તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખુટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે.
જેને લઈ તેઓની ગેરકાયદે બોટો કબ્જે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવુતિ દૂર કરવા માંગ કરાઈ છે. જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.