ભરૂચ : સામે ચોમાસે ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી આકાંક્ષાનગરી સહિતના સ્થાનિકો પરેશાન..!

ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ આકાંક્ષાનગરી સહિતના વિસ્તારમાં છેલ્લાં 3 માસથી ચાલતી રોડની કામગીરીથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

New Update

ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારના સ્થાનિકોને હાલાકી

આકાંક્ષાનગરી સહિતના વિસ્તારમાં ચાલતી રોડની કામગીરી

ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી સ્થાનિકો પરેશાન

છેલ્લાં 3 માસથી ચાલતી રોડની કામગીરીથી રહીશો પરેશાન

ચોમાસાના આગમનની ઘડીઓ ગણાતા લોકોની ચિંતામાં વધારો

ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ આકાંક્ષાનગરી સહિતના વિસ્તારમાં છેલ્લાં 3 માસથી ચાલતી રોડની કામગીરીથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા હોયત્યારે લોકો ચિંતામાં મુકાયા છે. ભરૂચના દહેજ બાયપાસને જોડતા ઉમરાજ ગામની આકાંક્ષા સોસાયટી સહિતના વિસ્તારમાં ગટર અને તે બાદ રોડ બનાવવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. જેના કારણે અહીંના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે ગ્રામ પંચાયત તેમજ કલેકટર કચેરી સહિતના જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ શૂન્ય છે. હવે ચોમાસાની ઘડીઓ ગણાઇ રહીં છેત્યારે અહીંની હાલત અત્યંત બદતર થઈ શકે છે. બાયપાસ સુધી જવું પણ અત્યંત મુશ્કેલ થઈ શકે તેવી આશંકાથી રહીશો ચિંતાતુર બન્યા છે. કોઈપણ પ્રકારના આયોજન વગર રોડ-રસ્તા સહિતની કામગીરી શરૂ કરી દીધા બાદ પ્રજાજનોને પડતી હાડમારીનો વિચાર તંત્ર દ્વારા કરવામાં આવતો નથીત્યારે ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories