New Update
ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ
સોલાર સિસ્ટમ ધૂળ ખાતી અવસ્થામાં
ડીજીવીસીએલ દ્વારા કનેકશન જ ન અપાયું
વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ
સોલાર પેનલ ભંગાર થવાની સ્થિતિમાં
ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાનો એક બાદ એક નવો જ વિવાદ સામે આવી રહ્યો છે.તાજેતરમાં જ કોન્ટ્રાકટરના બાકી બિલના નાણા બાબતે કમિશનના આક્ષેપ કરાયા બાદ હવે વધુ એક બેદરકારી સામે આવી છે.આમોદ નગરમાં રૂ.80 લાખમાં ખર્ચે સોલર સિસ્ટમ અને લાઈટ લગાવવામાં આવી છે જો કે આ અંગે વિપક્ષના આક્ષેપ અનુસાર સોલર સિસ્ટમ લગાવ્યાના 1 વર્ષ બાદ પણ તેનું જોડાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આપવામાં આવ્યું નથી આથી પ્રજાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. આમોદના મલ્લા તલાવડી પાસેના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની છત પર તેમજ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ જુના શોપિંગ સેન્ટરની છત પર, બીજી તરફ ચામડીયા સ્કૂલને અડીને આવેલ શોપિંગની છત પર લગાવવામાં આવેલ સોલર પેનલ ભંગાર બનવાની તૈયારીમાં છે ત્યારે નગર સેવા સદન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
Latest Stories