ભરૂચ: ઝઘડિયા GIDCની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ

ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.

New Update
jhg arop

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેએલજે  પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી જેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝઘડિયા જીઆઇડીસી પોલીસે આ ગુના હેઠળ પાંચ આરોપીઓ ઉગનકુમાર જીરાલાલ ચૌધરી  રહે.અંકલેશ્વર મુળ રહે.બિહાર, કરણકુમાર ભુદન સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા  મુળ રહે.બિહાર, બિટ્ટુ કુમાર અખીલેશ રામ  હાલ રહે.દધેડા  તા.ઝઘડિયા  મુળ રહે.બિહાર, ગણેશકુમાર ભુસણ સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર તેમજ  વિકાસ સંતરામ ગુપ્તા હાલ રહે. અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે  મુળ રહે. ઉત્તર પ્રદેશનાને ચોરીના એલ્યુમિનિયમ રોલ નંગ એક તથા પતરા અને નાનીમોટી લોખંડની ગોળ પ્લેટ નંગ-૧૫ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પીકઅપ ગાડી  કિંમત રૂપિયા  ૫,૦૦૦૦૦  મળી  કુલ રૂપિયા ૬,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories